ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન ગુજરાતના દરિયાકાંઠેથી, સુરક્ષા એજન્સીએ વધુ એક વાર 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા છે. પોરબંદર ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 14 પાકિસ્તાની નાગરીકો 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 86થી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બોટમાં 14 જેટલા ક્રૂ મેમ્બર્સ સવાર હતા. તેમની પકડી પકડી પાડવામાં આવ્યા છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધી પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology