આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેમજ ગઈકાલે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology