bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે....

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.  જોકે આ વર્ષે ધોરણ 10માં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની મળીને કુલ 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.ધોરણ 10માં 981 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 ની પરીક્ષા લેવામાં આવી હતી. આજે ધો. 10 નું પરિણામ જાહેર થતા શાળાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક તેમત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ ધો.12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધો. 10 માં કુલ 9.17 લાખ વિદ્યાર્થીઓએ 981 કેન્દ્રોનાં 31829 પરીક્ષા આપી હતી.