bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધોરાજી-ઉપલેટા તાલુકામાં અઠવાડિયામાં 80 ઈંચ સુધી ધોધમાર વરસાદથી તારાજી...  

ધોરાજી-ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિ,મેઘકહેરના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. હવે બધા મેઘરાજાને ખમૈયા કરો એવી વિનવણી કરી રહ્યા છે. કપરી હાલતમાં ઉપલેટા તાલુકામાં કલેકટરે મુલાકાત લીધી છે પણ ધોરાજી તાલુકામાં એક પણ અધિકારી ન ફરકતાં તેમજ ધોરાજીમાં મળેલી બેઠકમાં ગ્રામ્ય આગેવાનો સાથે વિચાર વિનિમય ન કરતા  તેમજ મીડિયા કર્મીઓને બેઠકમાં ન બોલાવતા નિંભર અને સંવેદનાહિન તંત્ર સામે ભારે નારાજગી થઈ છે. 

ધોરાજી તાલુકાના છાડવા વદરમાં 58 ઈંચ અને ચીચોડ ગામે 5 દિવસમાં 80 ઈંચ વરસાદ વરસી જવા છતાં નથી મામલતદાર ફરક્યા ,કે નથી ધારાસભ્ય કે ડે.કલેકટર !, જનતાને આશ્વાસનના બે શબ્દ કહેવામાંથી પણ આ બધા નામુકકર ગયા છે. આજની તારીખે ધોરાજી -ઉપલેટા તાલુકાના અનેક ગામો વિખુટા જ રહ્યા છે. સીમ વગડે જવાના રસ્તાઓ ધોવાઈ ગયા છે.

આ બાબતે સરકારે તાત્કાલિક આ વિસ્તારની નોંધ લેવી જોઈએ અને તાત્કાલિક સર્વે કરવો જોઈએ હાલમાં ખેડૂતોને જો સરકાર 20,000 ની વીઘે સહાય કરે તો પણ ભેગું થાય તેવી હાલત નથી.તમામ ખેતરોના રસ્તા પણ ધોવાઈ ગયા છે વાહન એક પણ જઈ શકે તેવી સ્થિતિ નથી.