bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભૂકંપના આંચકાથી ફરી ધણધણ્યું જાપાન, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1ની નોંધાઈ...  

 

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ આંચકા ઉત્તર જાપાનના ઈવાતે અને આઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

  • જાન્યુઆરીમાં આવ્યો હતો આંચકો

નવા વર્ષની શરૂઆતમાં પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. અધિકારીઓએ ચેતવણી જાહેર કરી હતી અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરીએ ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.