bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાકિસ્તાનમાં મતદાન પહેલા આતંકી હુમલો: અંધાધૂંધ ફાયરીંગ 10 પોલીસકર્મીના મોત, 6થી વધુ ઘાયલ...

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ હિંસા અને આતંકવાદી ઘટનાઓ સતત બની રહી છે. બલૂચિસ્તાનમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટની આગ હજુ શમી ન હતી ત્યાં ફરી એકવાર આતંકવાદીઓએ પાકિસ્તાનમાં આતંક ફેલાવ્યો.

ચૂંટણી પહેલા આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન શહેરના પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અનીસુલ હસનના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલામાં દસ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન અજાણ્યા આતંકવાદીઓએ પહેલા સ્નાઈપર ગોળી ચલાવી અને પછી ચૌધવન પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં જીવ ગુમાવનારાઓમાં સ્વાબીના ચુનંદા પોલીસ યુનિટના 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે, જે ચૂંટણી દરમિયાન સ્થાનિક પોલીસની મદદ માટે વિસ્તારમાં તૈનાત હતા.

શેરીઓમાં સર્ચ ઓપરેશન ચાલુ છે

અહીં હુમલા બાદ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ વજીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને દરેક આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં પણ વિસ્ફોટ થયો હતો

તમને જણાવી દઈએ કે 4 જુલાઈ, રવિવારે બલૂચિસ્તાનના નુશ્કી જિલ્લામાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર બીજો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, ECP ઓફિસના ગેટની બહાર થયેલા વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે.