bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઈઝરાયેલે ફરીથી સીરિયા પર બોમ્બમારો કર્યો, હવાઈ હુમલામાં ઉગ્રવાદીઓના ઘણા ઠેકાણાઓ નાશ પામ્યા...  

 

 
ઈઝરાયેલની સેનાએ સીરિયામાં ઉગ્રવાદીઓની ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શનિવારે મોડી રાત્રે આ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં ઘણી જગ્યાઓ બરબાદ થઈ ગઈ છે. એક જવાન ઘાયલ થયાની પણ માહિતી છે.

ઈઝરાયેલની સેનાએ શનિવારે મોડી રાત્રે સીરિયામાં અનેક ટાર્ગેટ પર જોરદાર હવાઈ હુમલો કર્યો. ઈઝરાયલી સેનાના આ હવાઈ હુમલામાં સીરિયામાં ઘણા આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા છે. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ સીરિયામાં એક સાથે અનેક સ્થળોએ આ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAએ એક અનામી સૈન્ય અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સ્થાનિક સમયાનુસાર સવારે 12:42 વાગ્યે ઈઝરાયલના કબજા હેઠળની ગોલાન હાઈટ્સ પરથી આવી કેટલીક મિસાઈલોને તોડી પાડી હતી.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાઓને કારણે સીરિયામાં નોંધપાત્ર નુકસાન થયું છે અને એક સૈનિક ઘાયલ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ, બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટરિંગ સંસ્થાએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી હવાઈ હુમલાઓએ દમાસ્કસના ઉત્તરપૂર્વમાં કાલમોન પર્વતમાળામાં સ્થિત બે સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ આ વિસ્તારમાં હાજરી ધરાવે છે. આમાં ઘણા ઉગ્રવાદીઓ માર્યા જવાની પણ આશંકા છે.

2024 માં સીરિયામાં 24મો ઇઝરાયેલ હુમલો

સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે હુમલામાં હથિયારોના શિપમેન્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું. બ્રિટિશ સંગઠને કહ્યું કે 2024માં સીરિયામાં ઈઝરાયેલનો આ 24મો હુમલો છે. તેઓએ હિઝબોલ્લાહ અને ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ સહિત વિવિધ જૂથોના 43 લડવૈયાઓને મારી નાખ્યા છે અને નવ નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ઈઝરાયેલના અધિકારીઓએ હજુ સુધી આ હુમલાઓ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.