અમેરિકાના મિસૌરી રાજ્યના કેન્સાસ શહેરમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને લગભગ 9 લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્સાસ સિટીમાં ચીફ્સની સુપર બાઉલની જીત બાદ કાઢવામાં આવેલી પરેડ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે બે હથિયારધારી લોકોની અટકાયત કરી છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્સાસ સિટીમાં ચીફ્સની સુપર બાઉલની જીત બાદ કાઢવામાં આવેલી પરેડ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતાપોલીસે એ પણ નથી જણાવ્યું કે આ ગોળીબાર કરવાની પાછળ આ લોકોનો શું ઉદ્દેશ્ય હતો. આ પહેલા પણ ગયા વર્ષે શહેરમાં એમબીએ ચેમ્પિયનશિપ સમયે ગોળીબાર થયો હતો. તે સમયે પણ કેટલાક લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મિડીયા પર ગોળીબારને કારણે ભાગતા લોકોનાં વિડીયો ખૂબ વાયરલ થયા હતા.
ગ્રૈવ્સે કહ્યું કે આજે જે પણ થયું મને તેનું ઘણું દુ:ખ છે. જે લોકો અહિયાં આવ્યા હતા તેમને સુરક્ષિત વાતાવરણની આશા હતી. હાલ પોલીસે ગિરફતાર કરેલ લોકોની કોઈ પણ જાણકારી જાહેર કરી નથી. .
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology