bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માલીમાં ભયંકર અકસ્માત: બસ પુલ પરથી નીચે ખાબકતા 31 લોકોના કમકમાટીભર્યા મોત...  

 

આફ્રિકન દેશ માલીમાં એક ભયાનક દુર્ઘટના બની છે જેમાં એક બસ બ્રિજ પરથી નદીમાં ખાબકતા 31 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના કેનીબા વિસ્તાર માં બની હતી.

આ ઘટના અંગે માલીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા સમયે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના સાંજે 5 વાગ્યે બની હતી. આ ઉપરાંત પરિવહન મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત પાછળનું સંભવિત કારણ ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધુ હતું. ઉલ્લેખનીય છે કે માલીમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટના બને છે. દેશના ઘણા રસ્તાઓ, હાઈવે અને વાહનોની હાલત ખરાબ છે.


અગાઉ મહિનાની શરૂઆતમાં, મધ્ય માલીમાં રાજધાની બમાકો તરફ જતી બસ એક ટ્રક સાથે અથડાતાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘટનામાં 45થી વધુ લોકો ઘાયલ થયા હતા. બંને વાહનો વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના 2023ના આંકડા દર્શાવે છે કે વિશ્વમાં રોડ અકસ્માતમાં થતાં મૃત્યુમાં એક ચોથાઈ આફ્રિકામાં થાય છે