bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શું તમને પણ ઊભા પાણી પીવાની છે આદત? શરીરમાં સર્જાઇ શકે છે અનેક સમસ્યા....  

માનવ શરીરમાં લગભગ 60 થી 70% પાણી હોય છે. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે પાણી તમારા શરીર માટે કેટલું જરૂરી છે.. જો શરીરમાં પાણીની થોડી પણ ઉણપ હોય તો તમારા શરીરને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારા શરીર અને તેના અંગો યોગ્ય રીતે કાર્ય કરે તે માટે તમારે દરરોજ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાની સાચી રીત કઈ છે? ઘણા લોકો પોતાની તરસ છીપાવવા ઉભા રહીને પાણી પીવા લાગે છે. ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ઊભા રહીને પાણી પીવાથી જ્ઞાનતંતુઓ ખેંચાય છે અને પ્રવાહી પદાર્થોનું સંતુલન ખોરવાય છે. જેનાથી અપચની સમસ્યા વધે છે. 

ઉભા રહીને પાણી પીવાથી યુરિક એસિડની સમસ્યા થઈ શકે છે. 

  •  ઊભા રહીને પાણી પીવાથી ફેફસાં અને હૃદયને ઘણું નુકસાન થાય છે. 
  •  ઊભા રહીને પાણી પીવાથી નર્વસ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર થાય છે અને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. 
  •  જો તમે બહારથી આવી રહ્યા હોય તો ભૂલથી પણ તરત જ પાણી ન પીવું જોઈએ. આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

પાણી  પીવાની સાચી રીત 

હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ. પાણી ક્યારેય એક સાથે પીવું જોઈએ નહીં પરંતુ હંમેશા નાના ઘૂંટડે પીવું જોઈએ. જો તમે ઝડપથી પાણી પીશો તો તેનાથી લાભ કરતાં નુકસાન વધુ થશે. ધીમે-ધીમે પાણી પીવાથી શરીરનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન સારું રહે છે અને શરીરને તમામ જરૂરી મિનરલ્સ મળી રહે છે. તેમજ જમતી વખતે પાણી ન પીવું જોઈએ, પરંતુ જમ્યા પછી પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે.