અમેરિકામાં વધુ એક ભારતીય વિધાર્થીનું મોત, જંગલમાંથી 23 વર્ષના યુવકની મળી લાશ
અમેરિકામાં વધુ એક ભારતીય યુવકના મોતની ઘટના સામે આવી છે. 23 વર્ષના સમીર કામથનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. ત્યારબાદ અમેરિકાની વોરેન કાઉન્ટી પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ષ 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ સાતમી ઘટના છે જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે.
ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, સમીરનો મૃતદેહ નિશેઝ લેન્ડ ટ્રસ્ટના જંગલમાં પડેલો મળી આવ્યો હતો, જે એક નેચર રિઝર્વ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોતનો આ મામલો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંજે 5 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. છોકરાના પરિવારને તેના મૃત્યુની જાણ કરવામાં આવી છે. છોકરાના મોત બાદ પોલીસે લોકોને સમજાવ્યું છે કે ડરવાની જરૂર નથી.
નોંધનીય છે કે સમીર કામથ એક અમેરિકન નાગરિક હતો જે ભારતીય મૂળનો હતો. તે મેસેચ્યુસેટ્સનો રહેવાસી હતો. Purdue યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ડોક્ટરેટનો વિદ્યાર્થી હતો. તેણે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને 2021ના ઉનાળામાં Purdue યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યો. તેણે ઓગસ્ટ 2023માં અહીંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 2025માં તેનો ડોક્ટોરલ પ્રોગ્રામ પણ પૂર્ણ કરવાનો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology