bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઓસ્કાર એવોર્ડમાં કપડા વગર પહોંચ્યો જ્હોન સીના...

ઓસ્કાર એવોર્ડ 2024ના વિજેતાની જાહેરાત ભારતીય સમય અનુસાર 11 માર્ચે સવારે કરવામાં આવી હતી. ઘણી ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ ફંકશનમાં એક ચોંકાવનારી ઘટના બની. વાસ્તવમાં ઈવેન્ટને હોસ્ટ કરી રહેલા જીમી કિમેલ જણાવી રહ્યા હતા કે 50 વર્ષ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં એક વ્યક્તિ કપડા વગર પહોંચ્યો હતો. જ્યારે જીમી આ વર્ષો જૂની ઘટના વિશે વાત કરી રહ્યો હતો ત્યારે રેસલર અને એક્ટર જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો.

બાદમાં જ્હોન સ્ટેજ પર આવે છે અને કપડા વગર જોવા મળે છે. એ જ રીતે, તેમણે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનના વિજેતાના નામની જાહેરાત કરી. પછી જ્હોને કહ્યું કે કોસ્ચ્યુમ હોવો જોઈએ. જે બાદ જીમી તેમને કપડાથી લપેટી લે છે વાસ્તવમાં, આ એક પ્રેંક હતો, જે જ્હોન અને જીમી બંનેએ સાથે મળીને પ્લાન કર્યો હતો. જોકે, આ પ્રેંક જોયા બાદ ત્યાં હોબાળો મચી ગયો હતો. લોકોના હોશ ઉડી ગયા. તેને એ હાલતમાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.હોલી વેડિંગ્ટનને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ મળ્યો હતો જે જ્હોન સીના દ્વારા પ્રસ્તુત કરવા આવ્યો હતો. તેમને આ એવોર્ડ ફિલ્મ પુઅર થિંગ્સ માટે આપવામાં આવ્યો છે.