ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મહિલાનો મૃતદેહ કચરાપેટીમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર તેના પતિએ કથિત રીતે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવા અહેવાલો છે કે મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોઈના સંપર્કમાં નહોતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી છે. અહેવાલ અનુસાર મહિલા ચૈતન્ય શ્વેતા મધાગની છેલ્લા કેટલાક સમયથી તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. તે હૈદરાબાદની રહેવાસી હતી. શનિવારે તેનો મૃતદેહ નિર્જન રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો મળી આવ્યો હતો. સ્વેતાનો પતિ અશોક રાજ તેના પાંચ વર્ષના પુત્ર સાથે 5 માર્ચે ભારત આવી ગયો હતો. ત્યારથી સ્વેતા ગુમ હતી અને તેણે તેના કોઈ સંબંધી કે મિત્રો સાથે કોઈ સંપર્ક કર્યો ન હતો.
સ્વેતાના પતિ અશોકે તેના પડોશીઓ અને ઓસ્ટ્રેલિયામાં હાજર કેટલાક નજીકના મિત્રો સાથે ફોન પર વાત કરીને સ્વેતા વિશે માહિતી મેળવી હતી. અશોકે પોલીસ સાથે ફોન પર પણ વાત કરી છે અને તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. પોલીસને હત્યાની કેટલીક કડીઓ પણ મળી છે, તેમનું માનવું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી ભાગી ગયો છે. પોલીસે મૃતકના નજીકના સંબંધીઓ પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology