bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

Suicide Bomb Attack: પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, પાંચ ચીની નાગરિકોના મોત, હુમલાખોર આત્મઘાતી બોમ્બર તરીકે આવ્યો...

ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં આજે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા.પાકિસ્તાનના એક ટોચના પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે ચીની નાગરિકોના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને પાંચ લોકો માર્યા ગયા હતા. હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.