શિયાળામાં શરીરને ગરમાવો મળી રહે અને હેલ્ધી રહેવા માટે ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ઋતુગત બિમારીઓથી બચવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોય તે જરૂરી છે. ઈમ્યૂનિટી મજબૂત હોય તો અનેક બિમારીઓથી બચી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે અને ઋતુગત બિમારીઓથી બચવા માટે ડાયટમાં આ વસ્તુ શામેલ કરવી જોઈએ
ગાજરમાં વિટામીન એ, બી, બી2, બી3, સી, ડી, ઈ તથા ફાઈબર હોય છે. આ તમામ પોષકત્ત્વો અને મિનરલ્સથી શરીર હેલ્ધી રહે છે.
મૂળામાં ભરપૂર માત્રામાં ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર તથા વિટામીન ઈ, એ, સી, બી6 પોષકતત્ત્વો રહેલા છે. જેથી પાચનતંત્ર યોગ્ય પ્રકારે કામ કરે છે. ઈમ્યૂનિટીમાં વૃદ્ધિ થાય છે અને શર્દીથી રાહત મળે છે.
શિયાળામાં મેથીને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મેથી એક ગરમ શાકભાજી છે. મેથીના પાનમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, વિટામીન એ, બી, બી3, સી, ઈ અને ફાઈબર તથા ફાઈટોએસ્ટ્રોજન હોય છે. જેથી શરીરને ગરમાવો મળે છે અને આરોગ્ય તંદુરસ્ત રહે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology