અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને સોમવારે 18 માર્ચે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાને પાકિસ્તાનના આ હવાઈ હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. તાલિબાન દળોએ પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવી ભારે બોમ્બમારો અને ગોળીબાર કર્યો હતો.
અફઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને હુમલાની પુષ્ટી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની આક્રમકતાના જવાબમાં તાલિબાન સરહદી દળોએ ભારે હથિયારોથી પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ દળો કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. અમે દરેક સંજોગોમાં અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું.
વાસ્તવમાં સોમવારે સવારે 7 વાગ્યે ડુરંડ લાઇન પર તાલિબાન અને પાકિસ્તાની સરહદ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પાકિસ્તાન દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનના દાંડપાટન વિસ્તારના લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા હતા. આ પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology