bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલ, તોશાખાના કેસમાં સજા ફટકારાઈ  

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફની પત્ની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે (31 જાન્યુઆરી, 2024) સવારે ન્યૂઝ ચેનલ "જિયો ન્યૂઝ" ના અહેવાલમાં આની પુષ્ટિ કરવામાં આવી છે.

કોર્ટે ઈમરાન ખાન અને તેની પત્ની બંનેને 10 વર્ષ માટે કોઈપણ જાહેર પદ પર પુનઃસ્થાપિત કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે તેમના પર 78.7 કરોડ રૂપિયાનો સામૂહિક દંડ પણ લગાવ્યો છે. બુશરા બીબી આજે કોર્ટમાં હાજર રહી ન હતી. એક દિવસ પહેલા જ ઈમરાન ખાનને દેશના ગોપનીય દસ્તાવેજો અન્ય લોકોને આપવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી બીજી કોર્ટની આ સજા તેના માટે બેવડો ફટકો છે.

પૂર્વ પતિએ કેસ દાખલ કર્યો હતો
25 નવેમ્બર, 2023ના રોજ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ બંને પર વ્યભિચાર અને કપટપૂર્ણ લગ્નનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ 71 વર્ષીય ખાન અને 49 વર્ષીય બુશરા બીબી સામેનો કેસ ઈસ્લામાબાદ પૂર્વના વરિષ્ઠ સિવિલ જજ કુદરતુલ્લાહની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં સજા સંભળાવવામાં આવી હતી.