બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોના ચાર કિસ્સાઓ સામે આવ્યા છે. એક જગ્યાએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કરીને માતાની મૂર્તિ તોડી નાખી હતી. તેમજ બીજા કિસ્સામાં કેટલાક મુસ્લિમોએ હિન્દુ પરિવારને તેમન ઘર અને જમીન છોડી દેવાની ધમકી આપી હતી. તેમજ ત્રીજા કિસ્સમાં સરસ્વતી પૂજા મંડપ તોડી પાડવાના મુદ્દે હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ એક વિસ્તારમાં કેટલાક બદમાશો દ્વારા હિન્દુના ઘરને આગ પણ લગાવી દીધી.
બ્રાહ્મણબારિયા જિલ્લાના પાઈકપારા વિસ્તારમાં કેટલાક અજાણ્યા બદમાશોએ સરસ્વતી પૂજા મંડપ પર હુમલો કર્યો હતો. જે દરમિયાન તેમણે માતા સરસ્વતીની મૂર્તિ તોડી નાખી હતી. તેમજ એવો પણ આરોપ છે કે આ અંગે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી હિન્દુઓમાં રોષ છે.
બીજી ઘટના પટુઆખલી જિલ્લાના ઘુરચાકાઠી ગામમાં કેટલાક હિંદુ પરિવારોને ઘર અને જમીન છોડી દેવાની ધમકી મળી રહી છે. ઇસ્લામવાદીઓ મુહમ્મદ હારુન અને અલ અમીને આ ધમકીઓ આપી હોવાન સામે આવ્યું છે. તેઓ પૈસાની માંગણી કરી રહ્યા છે. તેમને દેશ છોડી જવાની ધમકી આપી હતી.
દિનાજપુર જિલ્લામાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ બંશેરહાટ સ્થિત હાજી દાનેશ સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીમાં સરસ્વતી પૂજા મંડપમાં તોડફોડ કરી હતી. જેના કારણે હિંદુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી અથડામણ થઈ હતી.
બાંગ્લાદેશના ફિરોઝપુર જિલ્લામાંથી સામે આવતી ઘટનામાં કેટલાક અજાણ્યા બદમાશોએ ડુમુરીતલા શરિકાતલા યુનિયનમાં હિન્દુ ઘરોને આગ લગાવી દીધી હતી. જેના કારણે સમીર સાહ અને કાલા સાહના ઘરો બળીને ખાખ થયા હતા. સમીર સાહની દીકરીના લગ્ન થોડા દિવસો પછી નક્કી છે એવામાં આ ઘટનામાં બધું બળીને ખાખ થઈ ગયું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology