bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બાંગ્લાદેશમાં ઉપદ્રવીઓની કરતૂત, પાકિસ્તાનના આત્મસમર્પણ સંબંધિત મૂર્તિઓ તોડી, થરુર ભડક્યાં...  

બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અને તખ્તાપલટ બાદ દેશના વિવિધ ભાગોમાંથી હીંસા અને તોડફોડની તસવીરો સામે આવી રહી છે. દેખાવકારોએ રાષ્ટ્રીય સ્મારકોને નિશાન બનાવ્યા છે. જેમાં એક રાષ્ટ્રીય સ્મારકને નુકસાન થયું છે. મુજીબનગરમાં સ્થિત વર્ષ 1971 શહીદ મેમોરિયલ સ્થળ પરની પ્રતિમાઓને તોડી પાડવામાં આવી છે. આ મામલે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમમે બાંગ્લાદેશની વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થા બનાવવાની વિનંતી કરી છે.

  • કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે શું કહ્યુ?

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'મુજીબનગરમાં શહીદ સ્મારક સંકુલમાં સ્થિત પ્રતિમાઓની આવી તસવીરો જોઈને દુઃખ થાય છે. ભારત વિરોધી બદમાશો દ્વારા તોડવામાં આવી હતી. આ ઘટના ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો, મંદિરો અને હિંદુ ઘરો પર અનેક સ્થળો પર હુમલાઓ થયા છે. કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર તમામ બાંગ્લાદેશીઓ અને તમામ ધર્મોના લોકોના હિતમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ભારત આ કપરા સમયમાં બાંગ્લાદેશના લોકોની સાથે ઊભું છે, પરંતુ આ પ્રકારની અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં.

 

  • બાંગ્લાદેશની આઝાદીનું પ્રતીક

બાંગ્લાદેશના મુજીબનગર સંકુલમાં સ્થિત મૂર્તિઓ એ સમયની છે જ્યારે પાકિસ્તાને 1971ના યુદ્ધ પછી આત્મસમર્પણ કર્યું હતું. જેમાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીનો સમાવેશ થાય છે, જેણે નિર્ણાયક હાર સ્વીકારી હતી અને 1971માં ઈસ્ટર્ન થિયેટરમાં ભારતીય અને બાંગ્લાદેશી સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C) લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાની હાજરીમાં ઢાકામાં આત્મસમર્પણ પર હસ્તાક્ષર કરતા દર્શાવવામાં આવ્યા છે.

  • ભારત-બાંગ્લાદેશ સરહદ પર એલર્ટ કરાયા

બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. હજારો લોકો ભારત તરફ કૂચ કરી રહ્યા છે. વિરોધીઓ હિંદુઓના ઘરો અને મંદિરો પર હુમલા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ ભારત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો અને હિંદુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવી રહ્યા છે. સરહદ પર મોટી સંખ્યામાં BSFના જવાનો તહેનાત છે.