bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઈઝરાયેલે ઈરાન પાસેથી બદલો લીધો, ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવી ડ્રોન-મિસાઈલ છોડાવી, તેહરાને પણ જવાબ આપ્યો....  

ઈઝરાયેલે ઈરાનના હુમલાનો બદલો લીધો છે. ઈઝરાયેલે આજે એટલે કે શુક્રવારે ઈરાનના ઘણા શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલ છોડી છે. જો કે, ઈરાને પણ ઈઝરાયેલના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે અને ઘણા પ્રાંતોમાં એન્ટી ડિફેન્સ બેટરી મિસાઈલો છોડી છે. ઈરાનનો દાવો છે કે તેણે ઈઝરાયેલની મિસાઈલોને નિષ્ફળ બનાવી છે. તે જ સમયે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયેલે ઇસ્ફહાનમાં પરમાણુ પ્લાન્ટ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કર્યો છે. તમને જણાવી દઈએ કે ઈરાને 13 એપ્રિલની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલો છોડી હતી જેને ઈઝરાયેલે અમેરિકા અને અન્ય દેશોની મદદથી નિષ્ફળ બનાવી હતી. જો કે, ત્યારથી એવી આશંકા હતી કે ઇઝરાયેલ ચોક્કસપણે બદલો લેશે.