bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આંદામાન નિકોબાર અને અફઘાનિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી ગઈ

ગયા શનિવારે રાત્રે ભારતના આંદામાન સમુદ્રમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. રાત્રે 0105 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 137 કિમીની ઉંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે( રવિવારે)  એટલે કે આજે  અફઘાનિસ્તાનમાં 4.3 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 2.26 કલાકે 120 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.