bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, સુપરમાર્કેટમાં અફરાતફરી, 2નાં મોત, હુમલાખોર સહિત 7 ઘાયલ...

અમેરિકામાં અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. જોકે તેમાં લોકોના જીવ પણ ગુમાવવાને કારણે આવી ઘટનાઓથી ચિંતા વધી ગઈ છે. તાજેતરનો મામલો એક સુપર માર્કેટમાં અંધાધૂંધ ગોળીબારનો છે. અહીં ફાયરિંગની ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા. જ્યારે હુમલાખોર અને સુરક્ષાકર્મી સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના અમેરિકાના અર્કાન્સસ રાજ્યના ફોર્ડિસ શહેરમાં બની હતી. અહીં મેડ બુચર કરિયાણા સ્ટોરમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. પોલીસે કહ્યું કે હુમલાખોર પણ ઇજાગ્રસ્ત થયો હતો અને તેની ધરપકડ કીર લેવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોમાં કોઈની હાલત ગંભીર નથી એટલે ખતરો ટળી ગયો છે.  ગવર્નરે સહાનુભૂતિ વ્યક્ત કરી  બીજી બાજુ ગવર્નર સારા હુકાબી સેન્ડર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મને આ ઘટના વિશે જાણકારી મળી. હું લોકોના જીવ બચાવવા બદલ તપાસ એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓ પ્રત્યે આભારી છું. હું પીડિતો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.