અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં યુએસ પ્રમુખ જો બાયડનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવી છે. વ્હાઇટ હાઉસ કહે છે કે, તેમને હળવા લક્ષણો છે. હવે તે ડેલાવેયર પરત ફરશે જ્યાં તે પોતાની જાતને આઇસોલેટ કરશે. આ બધાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલ (NAACP)ના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાયડન લાસ વેગાસમાં તેમની પ્રથમ ઇવેન્ટ પછી આજે COVID-19 માટે સકારાત્મક પરીક્ષણ કર્યું છે. તેમને રસી આપવામાં આવી છે અને તેમને બૂસ્ટર પણ આપવામાં આવ્યું છે. તેમને હળવા લક્ષણો છે. આ સમય દરમિયાન તેની તમામ ફરજો પૂર્ણપણે નિભાવવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નિયમિત અપડેટ્સ પ્રદાન કરશે કારણ કે તેઓ એકલતામાં હોદ્દાની તમામ ફરજો નિભાવવાનું ચાલુ રાખે છે. લેટિનો નાગરિક અધિકાર સંગઠને કહ્યું કે, જો બાયડન સુનિશ્ચિત કાર્યક્રમમાં બોલી શકશે નહીં કારણ કે તે કોરોના પોઝિટિવ છે.
બાયડનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચાર પર અસર પડી શકે છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન, રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. ગત દિવસોમાં ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બાયડન તેમને વધુ પાછળ છોડી શકે છે. જ્યારે જો બાયડનને બુધવારે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે, તો તેમણે કહ્યું કે,જો કોઈ ડૉક્ટર મને મારી તબીબી સ્થિતિ વિશે કહેશે તો હું રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બહાર થવા પર વિચાર કરીશ. જોકે તેમના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
હેરિસ અને ટ્રમ્પ સીએનએન પોલમાં લગભગ બરાબરી પર છે. 47% નોંધાયેલા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે અને 45% હેરિસને સમર્થન આપે છે. જોકે ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ બાયડને રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાની યોજના અંગે કોઈ સંકેત આપ્યા નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology