વિશ્વભરના દેશોના પ્રવાસન ઉદ્યોગને કોવિડ -19 રોગચાળા પછી નોંધપાત્ર અસર થઈ હતી.ત્યારે દેશોએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ લોકોને આકર્ષવા માટે વિઝા નિયમોમાં છૂટછાટની જાહેરાત કરી.ઘણા દેશો ભારતથી જતા પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી પણ આપી રહ્યા છે.તાજેતરમાં શ્રીલંકાની સરકારે વિઝા છૂટછાટને 31 મે સુધી લંબાવી હતી.હવે થાઈલેન્ડ સરકારે પણ 11 નવેમ્બર 2023 સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.
2023માં થાઈલેન્ડે ભારત સહિત ઘણા દેશોના નાગરિકો માટે 31 મે 2024 સુધી વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. દક્ષિણ એશિયાના ટાપુ દેશે હવે ભારત અને તાઈવાન માટે વિઝા નિયમોમાં છૂટછાટને વધુ 6 મહિના માટે લંબાવી છે. નવા આદેશ મુજબ હવે ભારતીયોને 11 નવેમ્બર 2024 સુધી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે એક અહેવાલ મુજબ થાઈલેન્ડના વડા પ્રધાનને 7 મેના રોજ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.જેના આધારે ભારત અને તાઈવાનના નાગરિકો 30 દિવસ સુધીની માન્યતા સાથે ફ્રી વિઝા મેળવી શકે છે.શ્રીલંકાની સરકારે પણ 6 મેના રોજ ભારત, ચીન, મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રશિયા અને જાપાનથી આવતા લોકો માટે વિઝા નિયમોમાં છૂટછાટ વધારવાની જાહેરાત કરી છે. 31 મે 2024 સુધી વિઝા વિના શ્રીલંકાની મુલાકાત લઈ શકાશે. ભારતથી શ્રીલંકા જતા નાગરિકો શ્રીલંકાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને 30 દિવસની માન્યતા સાથે વિઝા માટે ઑનલાઇન અરજી કરી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology