હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત્ છે. આ દરમ્યાન ગાઝાના આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલી જાણકારી અનુસાર, એક શિવિરમાં ઈઝરાયી હુમલામાં 19 લોકોનાં મોત થયા છે. મંગળવારે સવારે 40 લોકો માર્યા ગયા હતા, જો કે ઈઝરાયલી સેનાએ કહ્યું કે, તેને આતંકવાદીઓના એક જૂથને ટાર્ગેટ કરતા હુમલો કર્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે થયેલા આ હુમલામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. આરોગ્ય મંત્રાલય અને નાગરિક સુરક્ષાના આંકડાઓમાં વિસંગતા પર ટિપ્પણી માટે વિનંતીનો તરત જ જવાબ નહોતો આપ્યો. સીરિયામાં પણ ઈઝરાયેલે હુમલો કર્યો હતો ઈઝરાયેલે તાજેતરમાં જ મધ્ય સીરિયાનાં કેટલાક વિસ્તારોને નિશાન બનાવીને હુમલાઓ કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. આ હુમલાઓને કારણે ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી અનુસાર, સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ "મધ્ય વિસ્તારમાં અનેક સ્થળોને નિશાન બનાવીને કરેલા આક્રમણનો સામનો કર્યો હતો." આ હુમલામાં હમા પ્રાંતના એક હાઈવેને નુકસાન થયું હતું અને આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા માટે જહેમત કરતા જોવા મળ્યા હતા. ઈઝરાયેલે તાજેતરમાં જ મધ્ય સીરિયાનાં કેટલાક વિસ્તારોને નિશાન બનાવીને હુમલાઓ કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. આ હુમલાઓને કારણે ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology