મલેશિયામાં એક ચોંકાવાનારો અકસ્માત સામે આવ્યો છે. અહીં આકાશમાં બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની ખબર સામે આવી છે. આ બંને હેલિકોપ્ટર સેનાના હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ અકસ્માત મલેશિયાના લુમુટમાં થયો છે. આમાં કુલ 10 ચાલક દળના સભ્યો સવાર હતા. પ્રારંભિક જાણકારી પ્રમાણે આ બંને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા છે.
મલેશિયાની રોયલ મલેશિયાઇ નેવી જ્યારે પોતાના વાર્ષિક કાર્યક્રમની રિહર્સલ કરી રહી હતી તે દરમિયાન આ ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત રોયલ મલેશાઇ નેવીના બેઝ પર થયો છે. એક પ્રવક્તાએ ન્યૂ સ્ટ્રેટ્સ ટાઇમ્સને જણાવ્યુ કે, હાલ ફાયર ફાઇટર્સ આ આગમાંથી લોકોના મૃતદેહને બહાર કાઢી રહ્યા છે
“તમામ પીડિતો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા અને તેમને ઓળખ માટે લુમટ આર્મી બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.” સ્થાનિક મીડિયામાં પ્રકાશિત ફૂટેજ મુજબ, બંને હેલિકોપ્ટર જમીન પર પડ્યા તે પહેલા એક હેલિકોપ્ટરે બીજાના રોટરને ક્લિપ કરી દીધું. હેલિકોપ્ટરમાંથી એક, HOM M503-3, જેમાં સાત લોકો સવાર હતા, તે ચાલતા ટ્રેક પર ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology