પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે તેમની દાદીના મૃત્યુના 40મા દિવસે 20,000 લોકો માટે શાહી દાવતનું આયોજન કર્યું. આ શાહી દાવતમાં પીરસવામાં આવેલી વાનગીઓ વિશે જાણીને ચોંકી જશો. તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેને જોઈને લોકો પૂછી રહ્યા છે કે ભિખારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? એમ તો હાલમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, દેશ દિવસેને દિવસે કંગાળ થઈ રહ્યો છે, ત્યારે પાકિસ્તાનથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને ઘણા કરોડપતિઓ અને અબજોપતિઓના હૃદય બેસી જશે. કંગાળ દેશના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવારે 20,000 લોકો માટે શાહી દાવતનું આયોજન તો કર્યું જ, સાથે જ મહેમાનોને સ્થળ પર લઈ જવા માટે લગભગ 2,000 વાહનોની વ્યવસ્થા પણ કરી. જાણીને નવાઈ લાગશે કે ભિખારી પરિવારે આ માટે લગભગ 1.25 કરોડ પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં લગભગ 38 લાખ રૂપિયા) ખર્ચી કાઢ્યા. ભિખારી દ્વારા થયેલા આટલા મોટા આયોજન વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. ભિખારી પરિવારે ગુજરાનવાલામાં રહવાલી રેલ્વે સ્ટેશન નજીક તેની દાદીના મૃત્યુના 40મા દિવસે આ ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર પંજાબમાંથી હજારો લોકોએ ભાગ લીધો હતો. હવે જો તમે આ આયોજનના મેન્યૂ વિશે જાણશો, તો તમને વધારે ઝટકો લાગશે. ભિખારી પરિવારે બપોરે રાખેલી આ દાવતમાં મહેમાનો માટે સિરી પાયે, મુરબ્બા અને મીટની વિવિધ વાનગીઓ તૈયાર કરાવી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology