યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે. FBIએ તેના પર અઢી લાખ ડૉલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશ કુમાર પટેલ 2015થી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ કુમાર પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBI ભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડૉલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology