bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, મેમ્ફિસમાં બ્લોક પાર્ટીમાં હાજર 2નાં મોત, 14થી વધુ ઈજાગ્રસ્ત...  

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટનાં બનતાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ વખતે ટેનેસીના મેમ્ફિસમાં એક બ્લોક પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. માહિતી અનુસાર પોલીસે કહ્યું કે આ પાર્ટીનું આયોજન પરવાનગી વગર કરવામાં આવ્યું હતું

પોલીસના જણાવ્યાનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે અન્ય 14થી વધુ ઘાયલ હોવાની માહિતી છે. આ પાર્ટીમાં 200થી 300 લોકો હાજર હતા. ગેરકાયદે યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીને પગલે મોટી કરુણાંતિકા થતા રહી ગઇ હતી. ઈજાગ્રસ્તોમાં પણ અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે