ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે ખતમ થશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેબનોનમાં યુદ્ધવિરામ ડીલની જાહેરાત કરી. લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ખતમ થઈ જશે. લેબનોનમાં ઇઝરાયલના હુમલા પણ બંધ થઈ જશે. લેબનોનમાં સીઝફાયર ડીલને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે લેબનોનમાં યુદ્ધ ખતમ કરવાનો માર્ગ મોકળો થયો છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઔપચારિક રીતે આની જાહેરાત કરી. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં લેબનોનમાં લગભગ 3,800 લોકોના મોત થયા છે, જ્યારે 16,000 લોકો ઘાયલ થયા છે. સીઝફાયર ડીલ હેઠળ, ઇઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબેનોનમાંથી પાછા જવું પડશે અને લેબનીઝ સેનાને આ વિસ્તારમાં તૈનાત કરાશે. આ સાથે હિઝબુલ્લાહ લિતાની નદીની દક્ષિણે સરહદ પર તેની સશસ્ત્ર હાજરી પણ ખતમ કરશે. લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા બૌ હબીબે કહ્યું કે જો ઇઝરાયલી સૈનિકોના પાછા જવા પર દક્ષિણ લેબેનોનમાં લેબનીઝ આર્મી ઓછામાં ઓછા 5,000 સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર છે. ઇઝરાયલના હુમલાથી નાશ પામેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણમાં અમેરિકા ભૂમિકા ભજવી શકે છે. નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધવિરામની અવધિ એ વાત પર નિર્ભર કરે છે કે લેબનોનમાં શું થાય છે. જો હિઝબુલ્લાહ કરારનું ઉલ્લંઘન કરે છે અને પોતાને હથિયારબંધ કરવાનો પ્રયાસ કરે છે, તો અમે હુમલો કરીશું, જો તે સીમાની નજીક આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરશે, તો અમે હુમલો કરીશું. જો તે રોકેટ લોન્ચ કરશે, જો તે ટનલ ખોદશે, જો તે રોકેટ લઈ જવાવાળી ટ્રકો લાવશે, તો અમે હુમલો કરીશું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology