bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં વહી ગઈ, 60થી વધુ મુસાફરોના મોતની આશંકા...  

નેપાળમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મધ્ય નેપાળમાં મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનની ભયાનક ઘટના બની હતી જેના કારણે લગભગ 63 મુસાફરોને લઇ જતી બે બસો ત્રિશૂળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ મળ્યાં છે. બંને બસોમાં ડ્રાઈવરો સહિત કુલ 63 મુસાફરો સામેલ હોવાની માહિતી છે. ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે શરૂઆતની માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે બસો સવારે આશરે 3:30 વાગ્યે નદીમાં વહી ગઇ હતી. 

વરસાદને કારણે શોધખોળ અભિયાનમાં અડચણ આવી રહી છે 
માહિતી અનુસાર ઘટનાસ્થળે ભારે વરસાદને પગલે રેસ્ક્યૂ અને શોધખોળ અભિયાનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે નારાયણગઢ-મુગ્લિન રોડ પર ભૂસ્ખલનની લપેટમાં આવતા બસ નદીમાં વહી જતાં લગભગ 60થી વધુ લોકો ગુમ છે.