bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સ્પેનના વડાપ્રધાનશ્રીનું વડોદરા એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત 

વડોદરાના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝનું અભિવાન કર્યું હતું 


રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 
 

સ્પેનીશ વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત શ્રી દિનેશ પટનાયક, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી બી. એ. શાહ, વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. 

એરપોર્ટ ઉપર સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત વસ્ત્રપરિધાન સાથે ગરબાના નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેને સ્પેનિશ વડાપ્રધાનશ્રીએ નિહાળ્યું હતું.