અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.
મળતી વિગતો અનુસાર મૂળ ગુજરાતનાં આણંદ જીલ્લાનાં રહેવાસી અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવાર ગત રોજ આભ તૂટી પડ્યું હતું. જ્યારે અમેરિકાનાં સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે. જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. ત્યારે અકસ્માતમાં ગાડીમાં સવાર હજુ એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology