તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી કોઈ જાનહાનિના કે માલહાનિના અહેવાલ તો સામે આવ્યા નથી પરંતુ ભૂકંપનો આંચકો ભારે હોવાથી લોકોમાં ડર ફેલાયો હતો.
ઈમારતો હચમચી ગઈ, લોકોમાં ફફડાટ માહિતી અનુસાર ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે રાજધાની તાઈપેમાં આવેલી ઈમારતો હચમચી ગઇ હતી. અધિકારીઓએ કહ્યું કે શહેરમાં હાલમાં મેટ્રો સેવાઓ ધીમી ગતિએ ચાલુ છે. લોકો માટે સમુદ્ર સંબંધિત હાઈવે પર ગાડી હંકારતી વખતે સાવચેત રહેવા કહેવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપની ઊંડાઈ 9.7 કિમી હતી. ગુરુવારે તાઈવાનના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તાઈવાન હંમેશા ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. એપ્રિલમાં અહીં આવેલા ભૂકંપમાં 17 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. આ દરમિયાન અહીં નવ મિનિટમાં સતત પાંચ આંચકા અનુભવાયા હતા. સિસ્મિકલી એક્ટિવ ઝોનમાં આવેલું છે તાઇવાન સિસ્મિકલી એક્ટિવ ઝોનમાં આવેલું છે જેને સરકમ-પેસિફિક સિસ્મિક બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટેકટોનિક પ્લેટની સીમાઓ નજીક પ્રદેશનું સ્થાન તેને વારંવાર ધરતીકંપો માટે સંવેદનશીલ બનાવે છે. 1900 થી 1991 સુધી, દેશે વાર્ષિક અંદાજે 2,200 ભૂકંપનો અનુભવ કર્યો, જેમાં કેટલાક ભયાનક પણ હતા
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology