ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાવલીના લાહોરી વગામાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડાતા સાવલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. સાવલી પોલીસે ફરિયાદ દાખલ કરીને આવુ કૃત્ય કરનારાઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મહોરમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. સાવલીના લાહોરી વગામાં મહોરમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામીક બોર્ડની સાથે પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેવા સમયમાં આ ઝંડો લગાવી અને સાવલી વિસ્તારમાં કાયદો અને પરિસ્થિતિ વણસે અને સુલેહ શાંતિ દહોળાય તેવા પ્રયત્નો કરાયા હોવાનું જણાઇ આવ્યું છે. આ અંગેની જાણ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં કરવામાં આવી છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વર્ષોથી તણાવભર્યા સંબંધ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. જેમાં અવાર-નવાર બંને દેશો દ્વારા એકબીજા પર જીવલેણ હુમલા કરીને જામ-માલનું નુકશાન પહોંચાડ્યું હોવાનું સામે આવતું રહે છે. સાવલીમાં ઉત્તેજના વ્યાપી જાય તેવી ઘટનાને કારણે નગરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology