ઓમાનના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યાં એક ઓઈલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત 16 ક્રુ મેમ્બર્સ ગૂમ થઈ ગયા છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો નથી લાગ્યો. જહાજમાં ત્રણ શ્રીલંકાના ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. જો કે તમામને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સમુદ્રી સુરક્ષા કેન્દ્ર (MSC)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા જણાવ્યું કે, કોમોરોસના ધ્વજ વાળું ઓઈલ ટેન્કર દુકમના બંદર પાસે રાસ મદ્રાકાથી થોડા માઈલ દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું. આ જહાજની ઓળખ પ્રેસ્ટીજ ફાલ્કન તરીકે થઈ છે. દુકમના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આ એક પ્રમુખ ઓઈલ રિફાઈનરી પણ છે.
MSCએ જણાવ્યું કે જહાજના ક્રૂ મેમ્બર હજુ પણ ગૂમ છે. તેમની સતત શોધખોળ ચાલુ છે. તેમાં એક પ્રમુખ ઓઈલ રિફાઇનરી પણ સામેલથાય છે, જે આ શહેરના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ પણ છે. આ ઓમાનનો સૌથી મોટો એકલ આર્થિક પ્રોજેક્ટ છે.
દુકમ બંદર ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત છે, જે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સની ખૂબ નજીક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઓઈલ ટેન્કર યમનના બંદર શહેર અદન તરફ જઈ રહ્યું હતું. ઓઈલ ટેન્કર પાણીમાં ડૂબીને ઊંધુ પડ્યું છે. શિપિંગ ડેટાના આંકડા પ્રમાણે આ જહાજનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું. આ જહાજ 117 મીટર લાંબુ છે. એવું કહેવાય છે કે આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે નાની યાત્રા માટે કરવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology