સ્પેનના વેલેન્સિયામાં એક 14 માળની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
અહેવાલો અનુસાર, આગ ગઈ કાલે (સ્થાનિક સમય મુજબ) સાંજે 5.30 વાગ્યાની આસપાસ લાગી હતી. આ દરમિયાન લગભગ 350 લોકો તેમના ઘરોમાં ફસાયા હતા. આગથી બચવા માટે ઘણા લોકોએ ઉપરના કેટલાય માળેથી કૂદકો પણ માર્યો હતો. જો કે, જોકે તેમના માટે નીચે મેટ પાથરવામાં આવી હતી.
આગ બાદ કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ અનેક માળ પરથી નીચે કૂદતો જોવા મળી રહ્યો છે. તેને બચાવવા માટે, નીચે મેટ નાખવામાં આવી હતી. તે જ સમયે, ઘણા લોકો તેમના ફ્લેટની બાલ્કનીમાંથી મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ઈમારત સંપૂર્ણપણે ખંડેર બની ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ માટે ફાયર ફાઈટરોએ આખી રાત મહેનત કરી હતી. તેમનું માનવું છે કે આ સમયે ગુમ થયેલા લોકોના જીવિત રહેવાની શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology