ફ્રાન્સની સરકારે દેશમાં ગર્ભપાતને મહિલાઓનો સંવૈધાનિક અધિકાર બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સોમવારે ફ્રાન્સના સાંસદોએ સંસદના સંયુક્ત સત્ર દરમિયાન આ અધિકાર સાથે જોડાયેલા બિલને મંજૂરી આપી છે. આ બિલ પર મતદાન દરમિયાન બિલના પક્ષમાં 780 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 72 વોટ પડ્યા હતા. ફ્રાંસિસી સંસદના બંને સદન નેશનલ એસેમ્બલી અને સેનેટ પહેલેથી જ ફ્રાંસિસી સંવિધાનના અનુચ્છેદ 24માં સંશોધન માટે એક બિલને મંજૂરી આપી ચુક્યા છે, જેથી મહિલાઓને ગર્ભપાતની ગેરંટી આપી શકાય. ત્યારે ફ્રાન્સ ગર્ભપાતને સંવૈધાનિક અધિકાર બનાવનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. જેને લઈને સરકાના આ નિર્ણય પર બધા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને સરકારના આ પગલાંની પ્રશંસા કરી હતી.
સોમવારે ફ્રાન્સની રાજધાની પેરિસના વર્સેલ્સ પેલેસમાં સાંસદોની એક વિશેષ સભા દરમિયાન યોજાયેલ મતદાન કાયદાકીય પ્રક્રિયાનો અંતિમ તબક્કો હતો. ફ્રાંસિસી સેનેટ અને નેશનલ એસેમ્બલીએ આ વર્ષની શરૂઆતમાં આ સુધારાને મોટા બહુમતથી મંજૂરી આપી હતી. સુધારામાં કહેવામાં આવ્યું છે કે, ફ્રાન્સમાં ગર્ભપાતની “ગેરંટેડ સ્વતંત્રતા” છે. ઘણા સાંસદોએ આ પગલાને ઐતિહાસિક ગણાવીને તેની પ્રશંસા કરી હતી. ફ્રાન્સના પ્રધાનમંત્રી ગેબ્રિયલ અટલે વોટિંગ પહેલાં કહ્યું કે, સાંસદો પર એ મહિલાઓ પ્રતિ “નૈતિક ઋણ” છે, જેમને ભૂતકાળમાં ગેરકાયદે ગર્ભપાત સહન કરવા માટે મજબૂર કરાઈ હતી. અમે દરેક મહિલાને સંદેશ મોકલી રહ્યા છીએ કે તમારું શરીર તમારું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ કહ્યું કે, સરકાર શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા અધિકાર દિવસ પર સંશોધન પાસ થવા પર તેને સેલિબ્રેટ કરવા માટે એક ઔપચારિક સમારોહ આયોજિત કરશે. ફ્રાંસે વર્ષ 1975માં ગર્ભપાતને પ્રથમ વખત કાયદેસર બનાવ્યું હતું. આ બિલ પાસ થવું એ ફ્રેન્ચ વામપંથીઓ માટે એક સ્પષ્ટ જીત છે, જેઓ સંવિધાનમાં ગર્ભપાતના અધિકારોની ગેરંટી માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા હતા.
જ્યારે ફ્રેન્ચ સરકારે 1958માં પાંચમા ગણતંત્રની સ્થાપના બાદ સંવિધાનમાં સંસંશોધન કર્યું ત્યાર બાદ આ 25મી વખતનું મતદાન છે. સુધારાનો વિરોધ કરવામાં કેથલિક ચર્ચ પણ સામેલ હતું. બાયોએથિક્સ સંબંધિત બાબતો પર ધ્યાન આપતી વેટિકન સંસ્થા પોન્ટિફિકલ એકેડમી ફોર લાઈફે એક નિવેદનમાં કહ્યું છે કે, “સાર્વભૌમિક માનવાધિકારના યુગમાં માનવ જીવન લેવાનો કોઈ ‘અધિકાર’ ન હોઈ શકે.”
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology