મધ્ય અને દક્ષિણ ચિલી (Chile)ના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ (wildfires) ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 99 થઈ ગયો છે જેમાંથી હાલ 32 મૃતકોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ પર કાબુ મેળવવામાં માટે 19 હેલિકોપ્ટર અને 450થી ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિના ડેલ માર અને તેની આસપાસના ઘણા વિસ્તારોની અંદર લગભગ 200 લોકો ગુમ થયાનો રિપોર્ટ મળ્યો છે. લગભગ ત્રીસ લાખની વસ્તી ધરાવતું વિના ડેલ માર શહેર એક લોકપ્રિય બીચ રિસોર્ટ છે અને દક્ષિણ ગોળાર્ધના ઉનાળા દરમિયાન પ્રખ્યાત સંગીત ઉત્સવનું આયોજન કરે છે.
રાષ્ટ્રને સંબોધતા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે જણાવ્યું હતું કે આગથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે, કારણ કે વાલપારાઈસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો આ જોખમવાળા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બોરીકે ચિલીના લોકોને બચાવ કાર્યકરોને સહકાર આપવા અપીલ કરી હતી.
આગ સૌથી વધુ તીવ્રતાથી વિના ડેલ માર શહેરની આસપાસ સળગી રહી છે, જ્યાં 1931માં સ્થાપિત એક પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન રવિવારે આગની જ્વાળાઓમાં નાશ થઈ ગયો હતો. આગના કારણે ઓછામાં ઓછા 1,600 લોકો બેઘર બની ગયા છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology