અમેરિકામાં વધુ એક મૂળ ભારતીય યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. ઇલિનોઇસ યુનિવર્સિટીમાં 18 વર્ષીય ભારતીય-અમેરિકન વિદ્યાર્થી અકુલ ધવન મિત્રો સાથે નાઇટ આઉટ દરમિયાન ક્લબ નજીક ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ અકુલ બી. ધવન મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગુમ થયો હતો અને લગભગ 10 કલાક પછી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ કેમ્પસની નજીક એક બિલ્ડિંગના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે કેમ્પસ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર 18 વર્ષનો ભારતીય વિદ્યાર્થી અકુલ ધવન 20 જાન્યુઆરીએ રાત્રે 11.30 મિનિટે પોતાના મિત્રોની સાથે ડ્રિન્ક્સ માટે બહાર ગયો હતો. તેમણે આ માટે કેમ્પસના નજીકમાં આવેલા કેનોપી ક્લબમાં જવાનો નિર્ણય કર્યો પરંતુ સ્ટાફે અકુલને ક્લબમાં એન્ટ્રી આપી નહીં. તેણે ઘણી વખત ક્લબમાં જવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્ટાફે તેને અંદર જવાથી મનાઈ કરી દીધી જ્યારે તેના મિત્રો ક્લબમાં જતા રહ્યા.
અકુલ તેમની બહાર રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તેના મિત્રો મોડા ક્લબમાંથી બહાર આવ્યા તો તેમણે અકુલને ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીંતો તેમણે અકુલને શોધવાનો શરૂ કરી દીધો. ખૂબ મોડા સુધી પણ જ્યારે અકુલ ના મળ્યો તો તેના એક મિત્રે યુનિવર્સિટી પોલીસને આ વિશે જાણકારી આપી. યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને અકુલની તપાસ શરૂ કરી પરંતુ તે મળ્યો નહીં. પછી આગલા દિવસે યુનિવર્સિટીના એક કર્મચારીએ પોલીસ અને મેડીકલ સર્વિસને બિલ્ડિંગની પાછળ એક શખ્સનો મૃતદેહ મળવાની જાણકારી આપી.
પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો જોયુ કે મૃતદેહ કોઈ અન્યનો નહીં પરંતુ અકુલનો હતો. તેનો મૃતદેહ ક્લબથી લગભગ 400 ફૂટની અંતર (122 મીટર) પર મળ્યો હતો. અકુલનું મોત કેવી રીતે થયુ તેની પર ઘણા દિવસ સુધી શંકા બની રહી. હવે આ મામલે ખુલાસો થયો છે. ઈલિનોઈસમાં શેમ્પેઈન કાઉન્ટી કોરોનરના કાર્યાલયે આ મામલે કહ્યુ કે ભારતીય-અમેરિકી વિદ્યાર્થીનું મોત દારૂના નશામાં અને વધુ સમય સુધી જરૂર કરતા વધુ ઠંડા તાપમાનમાં રહ્યા બાદ હાઈપોથર્મિયાથી થયુ
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology