(1) સર્વાઈકલ કેન્સર શું હોય ? :-
-સ્ત્રીઓના ગર્ભાશયના ઉપરના ભાગમાં જ્યારે અનિયંત્રિત કોષોની વૃદ્ધિ વધવા લાગે છે ત્યારે સર્વાઈકલ રોગ શરૂ થાય છે..
-સર્વાઈકલ કેન્સર હ્યુમન પેપિલોમાવાઈરલ (HPV) નામના વાઈરસથી થાય છે. આ વાઈરસ જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે..
- જ્યારે કોઈ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ વાઈરસ સર્વિક્સ વિસ્તાર (ગર્ભાશયનો ઉપરનો ભાગ)ના કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે.
-સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ અસુરક્ષિત સેક્સ અને જાતીય સંપર્કનો અવકાશ જેટલો વધારે એટલો HPVના સંપર્કમાં આવવાની શક્યતા વધુ હોય છે..
- આ સાથે ધૂમ્રપાન, HIV ઈન્ફેક્શન, નબળી રોગપ્રતિકારક શક્તિ, વધારે બાળકોને જન્મ આપવો જેવા પરિબળોની શક્યતાને નકારી શકાય નહીં..
- સર્વાઈકલ કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે સર્વિક્સ, ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓના આ ભાગની કોશિકાઓ ને નુકસાન પહોંચાડે છે..
- જો કે, ઘણા અહેવાલોમાં, એવું માનવામાં આવે છે કે આ કેન્સરનું સ્વરૂપ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના વિવિધ પ્રકારના એચપીવી સ્ટ્રેનને કારણે થવાની સંભાવના વધારે છે..
- હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) ના ઉચ્ચ-જોખમ પ્રકારના લાંબા ગાળાના (સતત) ચેપ લગભગ તમામ સર્વાઈકલ કેન્સરનું કારણ બને છે..
-બે ઉચ્ચ-જોખમ પ્રકારો, HPV 16 અને HPV 18, વિશ્વભરમાં સર્વાઈકલ કેન્સરના 70% કારણ છે. લગભગ તમામ લૈંગિક રીતે સક્રિય લોકો તેમના જીવનના અમુક તબક્કે HPV થી ચેપ લાગવાનું જોખમ ધરાવે છે..
- સામાન્ય રીતે, આનું કારણ નાની ઉંમરે અન્ય ઘણા લોકો સાથે જાતીય સંબંધો અથવા સેક્સ્યુઅલી એક્ટિવ હોવાને કારણે ગર્ભાશયમાં કેન્સરની વૃદ્ધિ થવાની સંભાવના છે..
(2) સર્વાઈકલ કેન્સરના કારણો :-
- સર્વાઇકલ કેન્સરનું ઉચ્ચ જોખમ માનવ પેપિલોમા વાયરસનું એક પ્રકાર છે. જો સ્ત્રી એચપીવીના સંપર્કમાં આવે છે, તો શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર QUR થાય છે. જ્યારે કેટલીક મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ તે વાયરસ ને રોકી શકતી નથી કે ખતમ કરી શકતી નથી..
- જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી હાઈ રિસ્ક એચપીવીના સંપર્કમાં રહે છે, તો આ કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે..
- જોકે આ કેન્સરના કોઈ પ્રારંભિક લક્ષણો અનુભવાતા નથી. ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી જ તેના લક્ષણો સમજાય છે..
- તેથી સમયાંતરે તેની તપાસ કરાવવી જોઈએ. પીરિયડ્સમાં અનિયમિતતા, પીરિયડ્સ સિવાયનું બ્લીડિંગ, ફિઝિકલ પછી બ્લીડિંગ વગેરેને સર્વાઈકલ કેન્સરના લક્ષણો ગણવામાં આવ્યા છે. સર્વાઈકલ કેન્સરનું જોખમ ઘટાડવા માટે, HPV નિવારણ રસી આપવી જોઈએ. જો કે, રસી પછી પણ નિયમિત તપાસ જરૂરી છે. મહિલાઓ માટે આ કેન્સર અંગે જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી છે..
(3) સર્વાઈકલ કેન્સરના લક્ષણો..
- પીરિયડ્સ વચ્ચે અસામાન્ય રક્તસ્રાવ
-સંભોગ પછી રક્તસ્ત્રાવ
- માસિક રક્તસ્રાવ જે લાંબા સમય સુધી ચાલે છે અથવા સામાન્ય કરતાં ભારે હોય છે..
- મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ
- પેલ્વિસ અથવા પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો
- પેશાબ કરતી વખતે દુખાવો અથવા અસ્વસ્થતા
- નોંધપાત્ર અને ન સમજાય તેવા વજનમાં ઘટાડો
- સતત થાક અને ઉર્જાનો અભાવ
- કબજિયાત અથવા ઝાડા જેવી પેટની સમસ્યાઓ
(4) સર્વાઈકલ કેન્સરથી કેવી રીતે બચી શકાય?
- એચપીવી સામે રસીકરણ અને નિયમિત પરીક્ષણ આ રોગને અટકાવી શકે છે..
- આ સિવાય સર્વાઈકલ કેન્સરનું જોખમ ઘટાડવા માટે રસીકરણ જરૂરી છે. પ્રારંભિક તબક્કામાં આ બ્લોકેજને પકડીને દર્દીનો જીવ બચાવી શકાય છે..
- જોખમી પરિબળો અને લક્ષણોને સમજવું તેમજ આ નિવારક પગલાં વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે..
(5) સર્વાઈકલ કેન્સર માટે સાવચેતી અને રસી..
- સર્વાઈકલ કેન્સરની તપાસ માટે એક ટેસ્ટ છે, જેને પેપમિયર ટેસ્ટ કહેવામાં આવે છે..
- આ ટેસ્ટ દેશની તમામ નાની-મોટી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ વિશેની વધુ માહિતી માટે તબીબી સલાડ લેવી જરૂરી છે..
-સર્વાઈકલ કેન્સર વાઈરસ દ્વારા ફેલાતો હોવાથી એને પણ રસી દ્વારા અટકાવી શકાય છે..
- આ રસી શરીરમાં HPV વાઈરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિક્સાવે છે..
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology