bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શાહબાઝ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે?, નવાઝ શરીફ નામાંકિત!, દીકરી મરિયમને પંજાબની સીએમ બનાવશે... 

 

પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ વડા પ્રધાન બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ મંગળવારે રાત્રે તેમણે પીછેહઠ કરી અને પીએમએલ-એન વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફને વડા પ્રધાન પદ માટે નામાંકિત કર્યા. નવાઝે તેમને આગળ લાવવા બદલ ભાઈ શહેબાઝ અને પુત્રી મરિયમ નવાઝનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફનો આ નિર્ણય પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે ટ્વિટર પર આપ્યો છે. તેમણે કહ્યું કે, પાર્ટી દ્વારા શહેબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે અને મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પહેલા શાહબાઝે પાર્ટી વતી વડાપ્રધાન પદ માટે નવાઝ શરીફના નામની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે તેમની પાર્ટીને સરકાર બનાવવાનો આદેશ મળ્યો નથી, તેથી તે વડાપ્રધાન પદ માટે દાવો કરશે નહીં. તેમની પાર્ટી પીએમએલ-એન સરકારને સમર્થન આપશે, પરંતુ તેમાં જોડાશે નહીં. ભુટ્ટોએ બે દિવસ સુધી ચાલેલી પાર્ટી કાર્યકારી સમિતિની બેઠક બાદ આ વાત કહી. જ્યારે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ-ઈન્સાફ (પીટીઆઈ) પહેલાથી જ વિપક્ષમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. જો કે ચૂંટણીમાં ધાંધલધમાલની ફરિયાદ કરીને પુનઃ મતદાનની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

પીએમએલ-એનના નેતા શહેબાઝ શરીફે ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, જો હેરાફેરી થશે તો આટલી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો કેવી રીતે જીતશે અને તેમની પાર્ટીને ઓછી બેઠકો કેમ મળશે? પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન પદ માટેના પોતાના દાવાને નકારતા શાહબાઝે કહ્યું હતું કે પાર્ટી તરફથી નવાઝ શરીફ એકમાત્ર દાવેદાર છે, તેઓ દેશના આગામી વડાપ્રધાન હશે, પરંતુ મોડી રાત્રે.પરિસ્થિતિ બદલાઈ ગઈ. પાર્ટીએ શહેબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ઈમરાન સરકારને હટાવ્યા બાદ શાહબાઝ એપ્રિલ 2022થી 16 મહિના સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા છે.જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તેમની પાર્ટી પીટીઆઈના સમર્થનથી જીતેલા અન્ય સાંસદ દ્વારા દગો આપવામાં આવ્યો છે. NA 54 બેઠક પરથી જીતેલા બેરિસ્ટર અકીલ મલિકે નવાઝ શરીફની પાર્ટી PML-Nમાં જોડાવાની જાહેરાત કરી છે. અગાઉ પીટીઆઈએ વસીમ કાદિરને સમર્થન આપ્યું હતું અને અન્ય લાહોરથી જીત્યા હતા. અપક્ષ સાંસદો પણ પીએલએમ એનમાં જોડાયા છે. તેમના સહિત નેશનલ એસેમ્બલીમાં પાર્ટીના સાંસદોની સંખ્યા વધીને 78 થઈ ગઈ છે. સરકાર બનાવવા માટે, પાર્ટીને 54 સાંસદો સાથે PPP અને 17 સાંસદો સાથે MQM (મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ)નું સમર્થન પણ મળી રહ્યું છે.