પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન એક મોટો આતંકી હુમલો થયો છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પોલીસકર્મીઓના મોત થયા અને બે ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હુમલાખોરોએ 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતાં પહેલા એક ઈમરજન્સી વિસ્ફોટક ડિવાઈસ પણ ગોઠવી દીધું હતું. આ વિસ્ફોટને લીધે ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગઇકાલે મોટો આતંકી હુમલો થયો હતો જેમાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરીને શહીદ પોલીસકર્મીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓને પકડવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા સૂચના આપી છે.
ત પાકિસ્તાનમાં સવારે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં હોવાને કારણે પૂર્વ વડાપ્રધાન શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની પાર્ટીના ચૂંટણી પ્રતીક ક્રિકેટ 'બેટ'ને છીનવી લેવાના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology