આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના અબુધાબીમાં આયોજીત 'અહલાન મોદી' કાર્યક્રમ માટે રવાના થવાના છે. ખરાબ હવામાનને કારણે, UAEના અબુ ધાબીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે (13 ફેબ્રુઆરી) આયોજિત 'અહલાન મોદી' સમુદાય કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સોમવારે રાત્રે ભારે વરસાદને કારણે કાર્યક્રમ ટુંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ આ કાર્યક્રમની તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારીને ટાંકીને કહ્યું કે યુએઈમાં ભારે વરસાદને કારણે સમગ્ર દેશમાં ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. તેથી આ પગલું ભરવું પડ્યું. અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં પીએમ મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમની તૈયારી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હવામાનને કારણે તેમને કાર્યક્રમમાં લોકોની ભાગીદારી 80,000ને બદલે 35,000 કરવાની ફરજ પડી છે. .
પીએમ મોદી 13 ફેબ્રુઆરી મંગળવારના રોજથી યુએઈના બે દિવસીય પ્રવાસે રહેશે. આ યાત્રામાં તેઓ 14 ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં બીએપીએસ મંદિરનું ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન બાદ તેઓ આ કાર્યક્રમમાં સામેલ થઈને લોકોને સંબોધિત કરશે.આ મંદિર યુએઈનું પ્રથમ પારંપરિક હિંદુ મંદિર છે. આ મંદિર લગભગ 27 એકરમાં ફેલાયેલ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology