અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીની છરી અને હથોડી વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયામાં બની હતી, જ્યાં એક બેઘર વ્યક્તિએ સૈની પર એક-બે વાર નહીં પરંતુ 50 વખત હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
25 વર્ષીય વિદ્યાર્થી વિવેક સૈની જ્યોર્જિયાના લિથોનિયામાં એક સ્ટોરમાં કામ કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ બેઘર હતો. આરોપીની ઓળખ જુલિયન ફોકનર તરીકે થઈ છે. જેને ભારતીય વિદ્યાર્થી સૈનીએ મદદ કરી હતી. સૈનીએ તેને માત્ર રહેવાની જગ્યા જ નહીં પરંતુ તેને જામવાનું પણ આપ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના 18 જાન્યુઆરી, 2024ના રોજ બની હતી. આ માહિતી સ્ટોર પર કામ કરતા અન્ય લોકોએ આપી હતી. તેણે જણાવ્યું કે 18 જાન્યુઆરીએ મોડી રાત્રે જ્યારે સૈની ઘરે જવા માટે નીકળ્યો ત્યારે આરોપી ફોકનરે વિદ્યાર્થી પર હથોડીથી હુમલો કર્યો.
મળતી માહિતી અનુસાર, સ્ટોર પર કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું કે 14 જાન્યુઆરીની સાંજે આરોપીઓએ તેમની પાસે મદદ માટે કહ્યું. વ્યક્તિએ ચિપ્સ, કોલ્ડ ડ્રિંક માંગ્યા અને અમે તેને અમારાથી બનતું બધું આપ્યું. કર્મચારીઓએ કહ્યું કે તેઓએ તેને બે દિવસ મદદ કરી. જ્યારે આરોપીએ ધાબળો માંગ્યો ત્યારે તેને જેકેટ આપવામાં આવ્યું હતું, પરંતુ અંતે તેણે તેની પીઠમાં છરો માર્યો હતો.
જ્યારે તે બે દિવસ પછી પણ દુકાનમાંથી બહાર ન નીકળ્યો ત્યારે વિદ્યાર્થી સૈનીએ તેને ત્યાંથી જવાનું કહ્યું. સૈનીએ તેને કહ્યું કે હવે તેને ત્યાંથી જવું પડશે નહીં તો તે પોલીસને બોલાવશે, ત્યારબાદ તે ગુસ્સામાં તે સ્થળ છોડી ગયો.પોલીસે જણાવ્યું કે જ્યારે સૈની ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ફોકનરે તેના પર પાછળથી હથોડી વડે હુમલો કર્યો અને પછી સૈની મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેના પર 50 વખત છરી વડે હુમલો કરવાનું ચાલુ રાખ્યું.જ્યારે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આરોપી મૃતકની ઉપર હથોડી લઈને ઉભો હતો. પોલીસે આરોપી ફોકનરની ધરપકડ કરી લીધી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology