bs9tvlive@gmail.com

12-January-2025 , Sunday

અમેરિકાના ન્યૂયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથ વચ્ચે ગોળીબાર, એકનું મોત, 5 ઘાયલ...

 

અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે.  ત્યારે અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂયોર્કના બ્રોન્ક્સ કન્ટ્રીના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને ટાંકીને સમાચાર એજન્સીએ સોમવારે સાંજે આ ઘટનાની જાણકારી આપી હતી. હુમલાનું કારણ જાણી શકાયું નથી. હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર ગોળીબાર લગભગ સાંજે 4:30 વાગ્યે બ્રોન્ક્સમાં એક પ્લેટફોર્મ પર થયો હતો.  પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક 34 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. ઘાયલોમાં એક 14 વર્ષની છોકરી અને 15 વર્ષનો છોકરો અને 28, 29 અને 71 વર્ષના ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. એવા અહેવાલો છે કે કેટલાક પીડિતો ઝઘડામાં સામેલ હતા અને અન્ય લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી ચારને ગંભીર ઈજાઓ પહોંચી છે.