bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમાં નીપજ્યું મોત, દુર્ઘટનામાં વિદેશ મંત્રીનું પણ થયું મોત   

ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત નીપજ્યું. તેની સાથે-સાથે વિદેશ મંત્રીનું પણ નિધન થયું.ત્યારે કલાકોની શોધખોળ બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. હેલિકોપ્ટર રવિવારના રોજ અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી, વિદેશ મંત્રી સાથે અન્ય અધિકારીઓ સવાર હતા.

તેહરાન. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું નીપજ્યું. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. ઈરાની મીડિયા દ્વારા એવો દાવો કરાયો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની જહેમત ઉઠાવ્યાં બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો.હકીકતમાં, હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી, વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલહિયાન સહીત અન્ય અધિકારીઓ પણ સવાર હતા. અકસ્માત બાદ મોટા પાયે બચાવ કામગીરી શરૂ હાથ ધરવામાં આવી હતી.

ઇરાનના પ્રેસ ટીવીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બચાવ દળે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીની દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરને શોધી લીધું છે. કોઇ પણ જીવંત વ્યક્તિનો કોઇ પુરાવો મળ્યો નથી .’ જેમાં જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતાં, જેમાં બે હેલિકોપ્ટર સુરક્ષિત પરત ફર્યા પરંતુ અન્ય એક હેલિકોપ્ટર પરત ન આવ્યું જેમાં ઇબ્રાહિમ રઇસી સાથે ઇરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્લુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશેમ સવાર હતાં. આ ત્રીજુ હેલિકોપ્ટર ઇરાનના પૂર્વી અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.