અદાણી ગ્રૂપ (Gautam Adani)ના સામ્રાજ્યને હચમચાવી મૂકનાર અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ તો તમને યાદ જ હશે. હવે તેણે વધુ એક એલાન કરીને ટેન્શન વધાર્યું છે. શનિવારે સવારે એક્સ પર પોસ્ટ કરતાં અમેરિકન કંપનીએ વધુ એક મોટો ખુલાસો કરવાના સંકેત આપ્યા. પોસ્ટમાં Hindenburg Research એ લખ્યું કે 'ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે'.
જોકે હિંડનબર્ગ રિસર્ચની પોસ્ટમાં એ વાતના કોઈ સંકેત મળ્યાં નથી કે ભારતમાં શું મોટું થવાનું છે. પરંતુ એ વાતનો અંદાજ આવી જાય છે કે જ્યારે તેણે અદાણી ગ્રૂપ વિશે ધડાકા કર્યા હતા ત્યારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં 80 ટકા સુધીનો કડાકો બોલાઈ ગયો હતો અને શેરબજારમાં હડકંપ મચી ગયું હતું. એટલા માટે ફરી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફરી કોઈ ભારતીય કંપની વિશે કોઈ મોટો ખુલાસો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગ રિસર્ચ ફર્મે ગૌતમ અદાણીની માલિકી હેઠળના અદાણી ગ્રૂપ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેનાથી અફરાતફરી મચી ગઇ હતી કેમ કે હિંડનબર્ગે તેના રિપોર્ટમાં ગંભીર આરોપો મૂક્યા હતા. જેના લીધે અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓના શેર્સમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. જેના લીધે અદાણી દુનિયાના બીજા સૌથી ધનિકથી લપસીને સીધા યાદીમાં 36મા ક્રમે પહોંચી ગયા હતા કેમ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology