સેનેગલની રાજધાની ડાકારના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. બોઇંગ 737 પ્લેન રનવે પરથી લપસી જતાં અને આગ લાગતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. વિમાનમાં સવાર 10 મુસાફરો ઘાયલ થયા છે. ટ્રાન્સએયર દ્વારા સંચાલિત એર સેનેગલ ફ્લાઇટ બુધવારે મોડી રાત્રે 79 મુસાફરો, બે પાઇલોટ અને ચાર કેબિન ક્રૂ સાથે પડોશી માલીના બમાકો તરફ જતી હતી તે દરમિયાન 737 એરક્રાફ્ટ રનવે પરથી ઉતરી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે વાહનવ્યવહાર મંત્રી જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 85 લોકો સવાર હતા. ટ્રાન્સએર દ્વારા સંચાલિત એર સેનેગલનું બોઈંગ 737 વિમાન બુધવારે મોડી રાત્રે બમાકો જઈ રહ્યું હતું. વિમાનમાં 79 મુસાફરો, 2 પાઇલટ અને ચાર ક્રૂ મેમ્બર હતા. તે જ સમયે એરક્રાફ્ટ રનવે પરથી લપસી ગઇ હતી.વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકો માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ગુરુવારે સેનેગલમાં બોઇંગ પ્લેન રનવે પરથી હટી ગયા બાદ એરપોર્ટને ફરીથી ખોલવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અને એક પેસેન્જરના ફૂટેજ પ્રમાણે પ્લેનમાં આગ લાગી હતી.ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યારે અન્યને આરામ માટે હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ગુરુવારે સેનેગલમાં બોઇંગ પ્લેન રનવે પરથી હટી ગયા બાદ એરપોર્ટને ફરીથી ખોલવામાં આવ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology