bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ગેરકાયદે, નં.1 રહેવા કરોડોનો ખર્ચ બંધ કરોઃ અમેરિકન કોર્ટ  

ગૂગલ દુનિયામાં નંબર વન રહેવા તેના સર્ચ એન્જિન પાછળ અબજો રૂપિયા ખર્ચે છે. ગૂગલ દ્વારા ઓનલાઇન સર્ચ માર્કેટને 90 ટકા કન્ટ્રોલ કરવામાં આવે છે. મેપ માય ઇન્ડિયા અને ઓલા મેપનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડે છે, પરંતુ ગૂગલ મેપ્સના દરકે ફીચર યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. જોકે બિઝનેસ અથવા તો નાની-મોટી સર્વિસ પૂરી પાડનાર કંપનીઓએ આ સર્વિસનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડે છે.
અમેરિકાના જજ અમિત પી. મહેતા દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે ગૂગલે નિયમનો ભંગ કર્યો છે. દુનિયામાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે રહેવા માટે અને પોતાની મોનોપોલી બનાવી રાખવા માટે ગૂગલ ગેરકાયદે અબજો રૂપિયા ખર્ચે છે. મોટી-મોટી કંપનીઓ સામે અમેરિકન ફેડરલ ઓથોરિટીની આ પહેલી જીત છે.

 

  • કેમ ડિફોલ્ટ સર્ચ એન્જિન ન રાખવું જોઈએ?

અમેરિકામાં એ કાયદો છે કે દરેક વસ્તુ માટે કોમ્પિટિશન હોવી જોઈએ. અમેરિકાના લોકોને દરેક પ્રકારની સ્વતંત્રતા છે અને એમાં પણ કયું સર્ચ એન્જિનનો ઉપયોગ કરવો એ તેમની પસંદગી હોવી જોઈએ. આથી મોટા ભાગની મોબાઇલ કંપનીઓ તેમના સ્માર્ટ ફોનમાં સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખે છે એ કાયદા વિરુદ્ધ છે. જોકે ગૂગલ આ માટે કંપનીઓને જંગી રકમ ચૂકવે છે અને એ પણ અબજો રૂપિયામાં. અમેરિકન સરકારને જ્યારે આ વાત ધ્યાનમાં આવી ત્યારે એ વિરુદ્ધ પગલાં લેવાનું નક્કી કર્યું અને એમાં ગૂગલે ગેરકાયદે કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

  • શેરના ભાવ તૂટ્યાં

ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કના શેરમાં હાલમાં જ 4.5 ટકાનો ઘટાડો એક દિવસમાં જોવા મળ્યો હતો. દુનિયાભરમાં રિસેશનનો ભય વર્તાય રહ્યો હોવાથી આ શેર તૂટ્યા હતા. જોકે અમેરિકન કોર્ટના ચૂકાદા બાદ પણ એના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આલ્ફાબેટના 2023ના ટોટલ ટર્નઓવરમાં 77 ટકા ભાગ ગૂગલ એડવર્ટાઈઝિંગ છે.

  • શું પગલાં લેશે ગૂગલ?

આલ્ફાબેટ કંપની દ્વારા અમેરિકન  કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઊપરની કોર્ટમાં અપિલ કરવામાં આવશે. ગૂગલનું માનવું છે કે તેઓ સૌથી શ્રેષ્ઠ સર્વિસ ઓફર કરે છે, પરંતુ એ લોકો સુધી સરળતાથી ન પહોંચે એ માટે લોકો અડચણ ઊભી કરી રહ્યાં છે.

 

  • ચુકાદો આ જ રહ્યો તો શું બદલાવ આવશે?

અપર કોર્ટનો ચુકાદો પણ આજ રહ્યો તો મોટાભાગની સ્માર્ટફોન કંપની તેમના મોબાઇલમાં ડિફોલ્ટ વેબ-બ્રાઉસર તરીકે ગૂગલ સર્ચને નહીં રાખી શકે. દરેક કંપની પોતાના વેબ-બ્રાઉસરને ડિફોલ્ટ રાખી શકશે અથવા તો ગ્રાહક જ્યારે પહેલી વાર સર્ચ કરે ત્યારે તેને પસંદગી કરવાનો ઓપ્શન આપવામાં આવશે. જો ડિફોલ્ટ બ્રાઉસર તરીકે ગૂગલને ન રાખવામાં આવે તો કંપનીને ખૂબ જ મોટું નુક્સાન થઈ શકે છે. એપલે જ્યારે તેમની તમામ ડિવાઇઝમાંથી ડિફોલ્ટ બ્રાઉસર તરીકે ગૂગલને કાઢ્યું ત્યારે કંપનીને ખૂબ જ મોટું નુક્સાન થયું હતું અને એ આજે પણ થઈ રહ્યું છે. હવે એન્ડ્રોઇડમાંથી પણ ગૂગલ નીકળી ગયું તો કંપની એ નુક્સાન સહન કરી શકે એમ નથી.